ગીરના વનની આ વાત . જ્યાં સુરજ દાદાનો પ્રકાશ કોઈ મોટી ઈમારતો માં અટવાયા વગર સીધો જ લોકો સુધી આવે છે . હવા પણ વાહનોના ધુમાડાથી દુર પવિત્ર પ્રસાદ જેવી છે . ખળખળ વહેતા નિર્મળ પાણીને ફેક્ટરીઓ ની નજર નથી લાગી . જ્યાંના ભોળા માનવીને મોબાઈલ વાપરતા નથી આવડતું . જ્યાં માનવીના પરિવારમાં પશુઓ પણ છે . દુધમાં પાવડર નાખી ભેળસેળ કરી શકાય એવી તો આ લોકોને ખબર પણ નથી . ટુંકમાં આ વન્ય વિસ્તાર આધુનિક સગવડતાઓ અને શ્રાપ બન્નેથી ઘણો દુર છે . આ