લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 16

(28)
  • 3.7k
  • 2
  • 1.6k

મુવી પુરું થયું ને બંને સાંજનો નાસ્તો કરી ઘરે પહોંચી. આજે સ્નેહાના પપ્પા દુકાનેથી થોડા જલદી પણ આવી ગયા હતા. સાંજે જલદી જલદી જમવાનું કામ પુરુ કરી બધા છોકરો જોવા ગયા ને સ્નેહા એકલી જ ઘરે રહી. મનમાં અનેક સવાલો જન્મ લઇ મૃત્યું પામતા હતા. કાલે સંગાઈ નક્કી થઈ જશે ને હંમેશા ન ગમતા છોકરા સાથે જિંદગીના કોઈ એક એવા સફર પર નિકળી જશે. જેવી રીતે તેમની બહેન સપના કે બીજી બધી છોકરીઓ જીવે છે તેવી રીતે તે પણ જીવતા શીખી જશે. સવાલો અને જવાબોની ગહેરાઈ વચ્ચે પણ એક અહેસાસ સતત હતો તેના દિલમાં શુંભમનો.