સવાર થયું હતું પણ અંધકાર ગયો નહતો. એક પહાડી અવાજમાં હમીરભા શિવસ્ત્રોત સાથે ભગવાન ભોળિયાનાથની ઉપાસના કરી રહ્યા હતા. સેજલબા શિરામણ બહાર કાઢી હમીરભાની પૂજા પુરી થવાની વાટ જોતા હતા. એટલામાં "ૐ નમ: પાર્વતે પતિ હર હર મહાદેવ હર" સાથે હમીરભાએ પૂજા પુરી કરી. એ પોતાના પૂજાના વસ્ત્રો કાઢીને રોજિંદા જીવનમાં પહેરતા એ કપડાં પહેરીને પછી એ શિરામણ કરવા બેઠા. તાંસળી ભરીને દૂધ લીધું, અધશેર ગોળ સાથે પાશેર ઘી અને અઢી ગાડાના પૈડાં જેવા રોટલા ઓહ્યા કરી નાંખ્યા. અને પછી એ જ રોટલાના થોડા વખાણ કરી સેજલબા પ્રત્યેનો પોતાનો પ્રેમ બતાવવા લાગ્યા. એટલે