મિત્રોના પ્રકારો હોય છે. કેટલાક કૉફી ફ્રેન્ડ્ઝ જેમની સાથે કોફી ટેબલથી આગળ વધવાનું મન જ ન થાય. કેટલાક એવા જેમની સાથે રાતના અંધારામાં ખુલ્લી સડક પર દુનિયાની પરવા કર્યા વગર હાથમાં હાથ પકડીને ચાલી શકાય. કેટલાક એવા જેમના ખભા પર માથું મૂકીને રડી શકાય. અમૂક ફોર્મલ મિત્રો જેમની સાથે કોરોના પોઝીટીવ પેશન્ટ્સની સંખ્યા, પોલીટીકલ ચર્ચાઓ, વેબસીરીઝ અને વરસાદ કે હવામાનથી વધારે કશું જ ડિસ્કસ ન કરી શકાય. તો કેટલાક એવા જેમની સાથે નોન-વેજ જોક્સ શેર કરી શકાય, જેમની સાથે ઈમ્પલ્ઝીવ થઈ શકાય, જ્યાં ફિલ્ટર યુઝ ન કરવા પડે. ન તો ભાષામાં, ન તો વિચારોમાં. જીભ સુધી આવી ગયેલી ગાળ ગળી જવાને બદલે,