એક ઉમ્મીદ - 5

  • 3.4k
  • 1.3k

" જ્યાં સુધી હું અહીંયા છું તને પણ ઘરની રસોઈ મળી રહેશે ને મને પણ તારો બદલો વળ્યાંની શાંતિ થશે." મનસ્વી નો નિશ્ચય દ્રઢ હતો. એ જોઈ આકાશે " ઠીક છે " એટલું જ કહ્યું. વધુ કહે પણ શું ? મનમાં તો એને પણ હરખ હતો કે ચલો મા ના હાથનું નહીં તો બીજા કોઈનું બનાવેલું જ સહી કમ સે કમ ઘર જેવું કંઈ મળશે......નાસ્તો પૂર્ણ થતાં મનસ્વી એ પોતાની ખાલી પ્લેટ બાજુ પર મૂકી કાલે અધૂરી રહી ગયેલી વાત આગળ વધારી..... " ઘણું વિચાર્યા બાદ નિર્ણય લેવાય જ ગયો અને મેં મારો નિર્ણય મમ્મીને