પિશાચિની - 16

(70)
  • 6.8k
  • 4
  • 3.3k

(16) અગાઉ જિગરના માથા પર સવાર થઈને તેને માલામાલ બનાવનાર અને પછી પંડિત ભવાનીશંકરના વશમાં ચાલી ગયેલી અદૃશ્ય શક્તિ શીના અત્યારે તેની સામે બસ સ્ટેન્ડ પર ઊભી હતી, એ વાતમાં જિગરના મનમાં બે મત નહોતા કે, જરાય શંકા નહોતી ! જિગર કેટલાંક મહિના સુધી શીનાને કલ્પનાની આંખે પોતાના માથા પર સવાર થયેલી જોતો રહ્યો હતો, એ જ શીના અત્યારે તેની સામે જીવતી-જાગતી ઊભી હતી એટલે જિગર આનંદમાં આવી ગયો. ‘શું આનો મતલબ એ હતો કે, શીના પંડિત ભવાનીશંકરના વશમાંથી-ભવાનીશંકરની ચુંગાલમાંથી આઝાદ થઈ ચૂકી હતી ? !’ અને આ વિચાર સાથે જ જિગર શીના તરફ આગળ વધ્યો, ત્યાં જ બસ આવી.