ઝંઝાવાત - દિવ્યેશ ત્રિવેદી

  • 3.5k
  • 1
  • 1.2k

દેશ-વિદેશની પ્રતિષ્ઠિત બહુ રાષ્ટ્રીય કંપની પેરેમાઉન્ટ કોર્પોરેશનમાં જનરલ મેનેજર -એચ.આર.ડી. તરીકે મારી નિમણૂક થઈ એ પછી કર્મચારીઓ માટેનો આજે પહેલો તાલીમી કાર્યક્રમ હતો. કર્મચારીઓમાં કંપની સાથેના સંબંધો સુધરે અને વધુ તંદુરસ્ત બને, કર્મચારીઓ અંદરો અંદર સુમેળ અને સહકારથી વર્તે, એમનો આત્મવિશ્વાસ વધે અને કાર્યક્ષમતા પણ ઊંચી આવે તથા એમના વ્યક્તિત્વનો પણ વિકાસ થાય એવા કાર્યક્રમો એક યા બીજા સ્વરૂપે છેલ્લાં ઘણાં વર્ષોથી કરતો આવ્યો હોવા છતાં હજુય મને દરેક કાર્યક્રમ નવો લાગે છે અને દરેક વખતે જાણે મને ય કંઈક નવું શીખવા મળતું હોય એવું લાગે છે. તાલીમાર્થીઓના ચહેરા પર હું સંતોષ જોઉં છું ત્યારે મને મારા કામની સાર્થકતા