"બાળક જેવું મન અને વડીલ જેવો વ્યવહાર"હસતું મુખ એ સૌને આકર્ષીત કરે છે અને હસતો માણસ હંમેશા જીવનની દરેક ક્ષણને આનંદપૂર્વક માણે છે.હાસ્ય એ જીવન નું અભિન્ન અંગ છે.કારણ કે આ ભાગદોડ ભારેલી લાઈફમાં ગંભીરતાની સાથે સાથે થોડો આનંદ અને થોડી મજાક મસ્તી હોવી જ જોઈએ.મારા માટે મુજબ દરેક વ્યક્તિમાં એક નાનું બાળક જીવતું હોય છે પરંતુ સમય જતાં એ નાશ પામે છે.મેં ઘણી બધી વાર જોયું છે કે ઘણા મોટી ઉંમરના વડિલો પણ નાના બાળકોની સાથે બાળક બની જાય છે.હકીકતમાં તો જીવન જીવવું હોય અને જીવનનો આનંદ માણવો હોય તો દરેક પરિસ્થિતિને અનુકૂળ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.નાના બાળક સાથે