અભિમાન

  • 1.8k
  • 1
  • 702

પુનાની એક સોસાયટીમાં બે મકાન હતા. એક મકાનમાં ભાવનાબહેન અને અમરભાઈ પોતાના દીકરા સાગર અને આકાશ સાથે રહેતા હતા,અને તેની બાજુના મકાનમાં આનંદભાઈ અને નિર્મળાબેન તેમની ચાર દિકરીઓ સાથે રહેતા હતા નિમૅળાબહેન ને બે ડીલેવરી થઈ પરંતુ બંને વખતે લક્ષ્મીજી નો જ જન્મ થયો પ્રાપ્તિ અને પરીતા, રત્ના અને રશ્મિ આ ચાર તેની દીકરીઓ હતી. બીજી વાર ભાવનાબહેને કહ્યુ પણ ખરૂ કે બીજી વાર એક દીકરો આવ્યો હોત તો,, પરંતુ અધવચ્ચે જ નિમૅળાબહેન તેને કાપીને કહેતા કે ના હો મારી દીકરીઓ તો મારું અભિમાન છે.સમય પસાર થવા લાગ્યો આનંદભાઈને નોકરીમાં પ્રમોશન મળવા લાગ્યું અને તે આર્થિક રીતે હતા તેના કરતાં