સરળ સંહિતા મોતીની.... - ૯

  • 2.5k
  • 774

૧૭.પ્રિ. એસ.આર. ભટ્ટ-એક વિસરાયેલ વિભૂતિ આજે જ્યારે શિક્ષણનું સ્તર અને એ શિક્ષણને જન સામાન્ય અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી જેની છે તેવા શિક્ષણકારોની ગુણવત્તાનું સ્તર સતત નીચું ઉતરતું જાય છે ત્યારે આજે એક એવા અધ્યાપકની વાત કરવી છે જેનું નામ શિક્ષણમાં આજે દંતકથા સમાન લેવાય છે. એ એક ઉત્તમ અને એથીયે વધુ તો એક આદર્શ શિક્ષક સંતપ્રસાદ ભટ્ટ.પણ ગુજરાત તો એમને ઓળખે પ્રો.એસ.આર. ભટ્ટ નામથી! અંગ્રેજી સાહિત્યમાં 'શેક્સપિયરનો અવતાર' ગણાતા આ ભટ્ટ સાહેબનું આખું નામ તો સંતપ્રસાદ રણછોડદાસ ભટ્ટ.જન્મ સુરતમાં.સુરતની સાર્વજનિક હાઈસ્કૂલમાં ભણી,જાણીતા વિદ્વાન વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસે ભણી મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સંસ્કૃત સાથે એમ.એ.થયા.ને પછી શરૂ થઈ એક ઉત્તમ