હું મારા ઘરના શયનખંડમાં બેઠો હતો. હજું કંઈક લખવાની માંડ શરૂઆત કરું એ પહેલા અચાનક જોરથી પવન ફૂંકવા લાગ્યો અને મારી પાસે રહેલા કાગળ આમ-તેમ વિખેરાઈ ગયા. મેં બારી બંધ કરી અને આ વિખરાયેલા કાગળ એકઠા કરવા લાગ્યો. બધા જ કાગળ ભેગા કરી લીધા અને એક કાગળ ઘરનાં ઉંબરે પડ્યો હતો. એ લઈને પાછો વળતો જ હતો ને ઉંબરે ઠેસ લાગતા જ હું ત્યાં ઢોળાઈ ગયો. હજું તો ઊભો થઉં છું ત્યાંથી ને અચાનક અવાજ આવ્યો, “અરે… અરે… શેની ઉતાવળ છે આટલી બધી? થોડી શાંતિ રાખો “.હું મારી નજર આસપાસ ફેલાવી એ જાણવાનો પ્રયત્ન કરતો હતો કે આ અવાજ આવ્યો