પ્રસ્તાવનાદુનિયામાં બે પ્રકારના સ્વભાવવાળા લોકો વસે છે. એક, પાણી જેવા અને બીજા તેલ જેવા. કાંકરો પાણીમાં પડે તો છાંટા ઉડે અને જ્યારે તે તેલમાં પડે તો નિસ્પંદન તળિયે બેસી જાય. આપણે બંને સ્વભાવવાળા થવું જરૂરી છે. પરંતુ પરિસ્થિતિ સામે કયો સ્વભાવ અપનાવવો એ આપણે વિચારવાનું છે. નદીના ઘટના પથ્થર લિસ્સા હોય છે, કારણ કે તે પાણીના નિત્યસ્પર્શથી ઘસાયા છે, ઘડાયા છે. માણસ પણ જીવનપ્રવાહમાં પડે છે ત્યારે તેનો સ્વભાવ ખરબચડો અને ધારદાર હોય છે. સમાજના વહેણ થી તે સુંવાળો, ઘાટીલો અને સ્પર્શવાળો બને છે.પ્રેમ વગર દુનિયા નીરસ છે. પછી એ પ્રેમ માં-બાપ પ્રત્યેનો હોય, ભાઈ-બહેનનો હોય, કે કોઈ મિત્ર પ્રત્યેનો