લાખન

  • 3.8k
  • 1
  • 952

એ સમયે મારી પ્રેકટીશની શરૂઆત જ હતી, અને ઠીક ઠીક જામી પણ હતી. દૂરના અંતરિયાળ ગામના સાવ સામાન્ય કહી શકાય એવા મકાનમાં મારું નાનકડું દવાખાનું ચાલતું હતું. આસપાસ ના ચાર - પાંચ ગામોમાં દવાખાનું ના હોવાથી એ ગામના લોકો પણ મારી પાસે પોતાની બીમારી લઇ આવતા.મારાં નાનકડા દવાખાનામાં હું અને કનુ અમે બે જ સ્ટાફ માં. કનુ મારાં દવાખાનાનો કમ્પાઉન્ડર, નર્સ બધુજ. સવારથીજ દર્દીઓનો ધસારો શરુ થઇ જતો જે મોડી સાંજ સુધી રહેતો. ક્યારેક કોઈ દર્દીની તબિયત વધુ બગડી હોય તો રાતના પણ તપાસવા જવું એવો સ્વનિયમ બનાવ્યો હતો મેં.એક રાતે મારાં ઘરના બારણે ટકોર પડ્યા. મેં આંખો ચોળતા દરવાજો ખોલ્યો