સફર-સંઘર્ષથી સફળતા સુધીની

  • 1.7k
  • 372

વ્હીસલ વાગી , અને એક સાથે સો યુવતીઓએ મુઠ્ઠીવાળીને દોટ લગાવી. 'પતિની પાછળ પાછળ પાલતું પ્રાણી જેમ ચાલી જતી અબળા પત્નીઓ વિશેની, દીકરીને ગાય જેમ દોરે ત્યાં જાય' જેવી માન્યતાઓનો છેદ ઉડાડતી આ યુવતીઓને જોઈને કોઈને પણ હિંમત આવી જાય. અને આ જ યુવતીઓમાંથી એક હતી 'હેમા'. મોટા ભાગની યુવતીઓ હસતાં હસતાં વાતો કરતી હતી. પણ હેમા ચૂપ હતી. છાતીમાં ઊંડે ઊંડે ધબકારા ધુમાડાની જેમ ગોટાતા હતા. ચિંતાઓ સવિશેષ હતી. નવ મિનિટમાં ૧૬૦૦ મીટર દોડવાનું હતું.'હેમા', બારમા ધોરણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેસેલી હેમાએ જ્યારે બારમું ધોરણ પૂરું કર્યું ત્યારે એને આગળ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા હતી. પણ છોકરીને કોલેજ