ભાગ :- ૧૯ આપણે અઢારમાં ભાગમાં જોયું કે એકતરફ સૃષ્ટિને સાર્થક અને સુનિધિ વચ્ચે શું ચાલી રહ્યું છે એ ચિંતા છે તો બીજી તરફ નોકરી જવાના દુખથી એ એક્દમ વ્યગ્ર બની સતત સાર્થકનો સાથ મળે એવી ઝંખના કરી રહી છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.*****"વ્યગ્ર રહે છે મન મારું સતતઝંખે છે સાથ એ તારો સતત.જાણું સરળ નથી તારા માટે,તોય એ દલિલ કરે છે સતત."સૃષ્ટિની વ્યગ્રતા સતત વધતી જતી હતી. પહેલા તો ઓફિસના કામમાં થોડી વ્યસ્ત રહેતી તો ત્યાં થોડો સમય જતો પણ અત્યારે માત્ર ને માત્ર એ વિચારોમાં ખોવાયેલી રહેતી. મનસ્વી પણ પોતાની મમ્મીની આ હાલત જોઈને