જીવનશિક્ષણ વિષયક કેળવણી - 4 - સ્વયંની ધાર સતત કાઢતા રહો

  • 6k
  • 1.9k

સ્વયંની ધાર સતત કાઢતા રહોડૉ. અતુલ ઉનાગર જીવન એક યાત્રા છે. આ યાત્રા દરમિયાન વ્યક્તિત્વએ એકથી એક ચડિયાતી અવસ્થા તરફ ગતિ કરવાની હોય છે. વ્યક્તિ જ્યારે એક પછી એક ઉન્નત અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તે માનવ જીવનની મહાનતાને પામતો જાય છે. મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે માનવ સતત પ્રયત્નશીલ હોય છે. નરમાંથી નરોત્તમ બનવાની એક ચોક્કસ મંઝિલ, દિશા અને ગતિ આપણે નક્કી કરવી જોઈએ. આરંભથી અંજામ સુધીના માર્ગનો આપણે નિયત કરેલો નકશો ક્રમશઃ વિકાસ તરફની ગતિ કરી રહ્યો છે કે નહીં તેનું સતત પરીક્ષણ થવું અનિવાર્ય છે. નિર્ધારિત લક્ષ્ય તરફની જે યાત્રાના આપણે મુસાફર છીએ તેની