કોરોના કથાઓ - 14. કાંટાળો તાજ

  • 2.8k
  • 1.1k

કાંટાળો તાજહું રાજ્યના ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગમાં ઉચ્ચ અધિકારી છું. હું મારા કામમાં વ્યસ્ત હતો. ક્યાં કયું સર્વર કનેક્ટ કરવું, કયો ડેટા કોને કેટલો જોવા આપવો, સર્ચ એન્જીન વધુમાં વધુ માહિતી કેવી રીતે જોઈએ તેને ઉપલબ્ધ કરાવે વગેરે કામમાં ગળાડૂબ હતો. એમાંયે હાલ કોરોના કાળમાં સાંજે ન્યૂઝમાં લોકોને સાચા આંકડાઓ પહોંચે તે માટે જિલ્લાઓમાંથી આવતા આંકડાઓની હોસ્પિટલોમાં થતાં રજિસ્ટ્રેશન, ડિસ્ચાર્જ અને મૃત્યુના રિપોર્ટ સાથે ઓનલાઈન સરખામણી કરી ઓનલાઈન જ ચકાસણી કરી ડેટા મુકાય તે પ્રોજેકટ ચાલી રહ્યો હતો. ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં કોરોનાની દવાઓનો સ્ટોક તેઓ કહે તેમ નહીં પણ કઈ તારીખે કેટલો સપ્લાય થયો, એકએક કરી કેટલો વપરાયો અને કેટલો છે