નકશાનો ભેદ - 2

(30)
  • 3.5k
  • 6
  • 2k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : ‘સાયન્ટિસ્ટ’ મિહિર મનોજ, વિજય, બેલા અને જ્ઞાન ઉતાવળે ઉતાવળે મિહિરના ઘર તરફ ચાલ્યાં. પાંચેક મિનિટમાં જ એને ઘેર પહોંચી ગયાં. એ લોકો મિહિરને બારણે પહોંચ્યાં ત્યારે જ બારણામાંથી એક ભાઈ બહાર નીકળતા હતા. એમના પહેરવેશ પરથી અને એમણે હાથમાં પકડેલા મોટા દફતર પરથી એમની પરખ તરત જ થઈ જતી હતી. એ જ પેલા વીમા કંપનીના ઇન્સ્પેક્ટર હતા. એ એક ઊંચા, મજબૂત બાંધાના, હસમુખા ભાઈ હતા. એ વીમા કંપનીના નહિ અને પોલીસ ખાતાના ઇન્સ્પેક્ટર બન્યા હોત તોય શોભી ઊઠત, એવું ગુનાશોધક મંડળીને લાગ્યું. મિહિરનાં મમ્મી એમને વળાવવા માટે બારણા સુધી આવ્યાં હતાં અને