સંસાર રથ

  • 2.7k
  • 849

કૃષ્ણાર્પણ પોતાની બારી માંથી બહાર ભૂરું ખુલ્લું આકાશ જોઈ રહ્યો હતો. માત્રુચેતના,એની પત્ની, પ્રિયવંદના એની ૭ વર્ષ ની વહાલી કુંવરી ને લઇ શાળા એ થી હજુ આવી નહોતી. એના મસ્તિસ્ક માં આકાશ થી વિરુદ્ધ વિચારો નું ઘમાસાણ મચ્યું હતું. થોડા મહિનાઓ થી એનું વેચાણ ઓછું થઇ રહ્યું હતું, માણસો નો ટ્રાવેલિંગનો ખર્ચો મોંઘો પડી રાહ્ય હતો. આવું ને આવું જો લાબું ચાલ્યું તો એણે માણસો ઓછા કરવા પડે, જે એ કરવા નહોતો માંગતો .આમાંથી કેમ કરી બહાર નીકળવું એ એને સમજાતું નહોતું. એ એટલો વિચારો માં ખોવાયો હતો કે ડોર બેલ નો અવાજ ત્રણ વાર વાગ્યા પછી એણે સાંભળ્યો.