રંગ સંગમ - 2

  • 2.7k
  • 906

રંગ સંગમ (ભાગ-૨) ” હેલો, હું રોમા, તમે વંદન રાઈટ ?” અંતે જાતને રોકી ન શકતાં રોમાએ અધવચ્ચે જ જંપલાવ્યું. જે વાતનો સિલસિલો ચાલતો હતો તેને તોડીને આ કોણ આવી ચડ્યું તે અનુમાન કરતાં કરતાં વંદને પણ હાથ લંબાવ્યો, ” હા, હું વંદન !”વંદને વાત આગળ ચલાવી, “અમે તમારી કંપનીનું પ્રેઝન્ટેશન જોવા આવ્યા છીએ.”રોમા એક અતિ પ્રભાવશાળી, મહત્વાકાંક્ષી, આત્મવિશ્વાસ સભર યુવતી હતી. તેને વંદનમાં રસ પડ્યો હતો અને વંદનની બીજા સાથેની ચાલુ વાત તોડીને પણ તે બિલકુલ ખચકાટ વગર ત્યાં ઉભી રહી હતી. એનો શિકાર જે બને તેની લોકોને ઈર્ષા આવે તેવું તેનું વ્યક્તિત્વ હતું. વંદનને આ વાર્તાલાપ ટૂંકે પતાવવા મન