દીપનિર્વાણ - મનુભાઇ પંચોળી 'દર્શક' - પુસ્તક પરિચય

(12)
  • 45.2k
  • 1
  • 13k

"મગધનું સામ્રાજ્ય ફાલ્યું ફૂલ્યું ને એના બૃહદ ઉદરમાં આ લઘુક કોળિયાશાં ગણરાજ્યો વિલન થયાં. ગણરાજ્યોના ટમટમતા છેલ્લા દીવડાઓ કેમ નિર્વાણ પામ્યા-હોલવાયા તેની વીરતાભરી રોમાંચક કથા છે." - ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઇ પંચોળી 'દર્શક' નો પરિચય આપવો અસ્થાને છે. 'ઝેર તો પીધા છે જાણી જાણી', 'સોક્રેટીસ', 'પરિત્રાણ' વગેરે જાણીતી રચના છે. 'દર્શક'ના જેલ જીવન દરમિયાન કરેલા પ્રાચીન આર્યાવ્રતના અભ્યાસના ફળ સ્વરુપે 'દીપનિર્વાણ' નવલકથા રચાય છે. લગભગ બે હજાર વર્ષ પૂર્વે બૌધ કાળના પરિપ્રેક્ષ્યમાં અને ઐતિહાસિક તથ્યોને આધારે લખાયેલી ગૌરવંતી અને રોમાંચક કથા છે. પ્રાચીનકાળમાં આર્યાવ્રત જ્યારે બ્રાહ્મણક, માલવ, કઠ, પાંચાલ, સુરાષ્ટ્ર, શિબિ, લિચ્છવી વગેરે