૧૫.કલાપીની પ્રેમકથા"હતું તેનું હૈયું કુસુમ સરખું કોમળ અને હતો તેમાં ટપકતો દૈવી રસ મીઠો." આ પંક્તિ આપણા લાઠીના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપીએ જેના માટે લખી છે તે 'મોંઘી' અને આ ઓલિયા કવિના પ્રેમની વાત માંડવી છે. જેની કવિતા પર અંગ્રેજી પ્રેમના મુસાફિર જેવા કવિઓનો પ્રભાવ છે એવા કલાપીની પ્રણયલીલા આપણા મનમાં જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. વાત તો જાણે એમ હતી કે ૨૬ જાન્યુઆરી,૧૮૭૪ના રોજ જન્મેલા તો કલાપીની ઉંમર હજુ તો બહુ કાચી હતી ને ત્યાં તેમના પિતા અવસાન પામ્યા.આથી લાઠીના આ તરુણ કુંવરને ગાદી સાંભળવી પડી.પણ આ કુંવર તો હતા કવિજીવ