જવાબદારી

(15)
  • 3.1k
  • 907

" મમ્મી, હું અને રોશની ફિલ્મ જોવા જઈએ છીએ; ઘરે આવતા થોડુંક મોડું થશે..." તરત જ મમ્મી બોલી: " રેખાની દવા અને ડાયપર લાવવાના છે, યાદ છે ને..? ગયા રવિવારે ભૂલી ગઈ હતી; આજે ભૂલી ન જતી..." " હા યાદ છે મને, હું લેતી આવીસ; હવે હું જાઉં..?"" સારું પણ, જલ્દી આવી જાજે…" મમ્મીએ કહ્યું.રોશની ઘરની બહાર મારી વાટ જોઈને ઊભી હતી. હું ઉતાવળા પગલે ઘરની બહાર નીકળી અને એક્ટિવાની પાછળની સીટ પર બેઠી કે તરત રોશનીએ એક્ટિવા હંકારી મૂકી. મોર્નિંગ શોમાં ફિલ્મ જોવા જવાનું નક્કી થયું હતું અને ત્યાંથી હોટેલમાં જમવા જવાનું હતું. અમે થોડીવારમાં સિટીપલ્સ સિનેમા પહોંચી ગયા. પણ, હજુ