'હું મારા પતિ/પત્નીને ખુબ ચાહું છું,' એ હકીકત એ વાતની ગેરંટી નથી કે, તમારે અતીતમાં કોઈ અફેર નહીં થયો હોય, અત્યારે નહીં હોય કે ભવિષ્યમાં નહીં થાય. અફેરને સુખી લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી, એ વાત આપણા માટે નવી છે, પણ સમજવા જેવી છે. જૂની સંયુક્ત કુટુંબની વ્યવસ્થાથી વિપરત, આધુનિક વિભક્ત પરિવારમાં ઇમોશનલ સલામતી, સંપતિ, સંતાનો, સ્ટેબિલિટી, ડિપેન્ડબિલિટી, ડિઝાયરબિલિટી અને દિલચસ્પીનો સઘળો ભાર લગ્ન ઉપર આવી ગયો છે. એ જ લગ્નમાંથી આપણને રોમાંચ, સાહસ, ફેન્ટસી, નવીનતા, ઇક્સાઇટ્મેન્ટ અને વિસ્મય પણ જોઈએ છે. એક સમયે આ બધું પરિવારના બીજા સભ્યો વચ્ચે વહેચાઈ જતું હતું, એટલે એ લગ્નો પ્રમાણમાં અપેક્ષાઓથી લદાયેલાં ન