“બાની”- એક શૂટર - 20

(27)
  • 4.2k
  • 4
  • 1.8k

“બાની”- એક શૂટર ભાગ : ૨૦જાસ્મીને કશો પણ જવાબ આપ્યો નહીં."અરે બોલને જેસ્સ શું થયું?"જાસ્મીનને ઢંડોળતા બાનીએ પૂછ્યું. એમાં જ ઘણા બધા મેસેજ ટોન જાસ્મીનનાં મોબાઈલથી વાગી રહ્યાં હતાં.કેદાર અને ઈવાન બેડરૂમનાં દરવાજા પર જ ઊભા હતાં. મોબાઈલ પહેલા સાયલન્ટ પર મૂકી દઉં એ ઈરાદાથી બાનીએ જાસ્મીનનો ફોન હાથમાં લીધો. તે સાથે જ ઢગલાબંધ વોટ્સએપ પર અવિનાશના મેસેજ હતાં. બાનીએ ઝડપથી એક પછી એક મેસેજ વાંચવા લાગી. એમાં કેટલાં બધા ધમકીભર્યા મેસેજ હતાં કે, "તને ડિવોર્સ તો નહીં આપું. પણ તારું ખૂન જરૂર કરી દઈશ." એવા ઘણાય ધમકીભર્યા મેસેજ વાંચતા બાનીનું ખૂન ગરમ થઈ રહ્યું હતું. તો જાસ્મીનની શું હાલત થઈ હશે?? આ બધું જ વાંચીને