મંજીત - 12

  • 2.7k
  • 2
  • 954

મંજીત પાર્ટ : 12"હા પૂછી જો આખી કોલેજને..આ મંજીત નામના સિનિયરને એટલે જ તો કોલેજમાંથી કાઢી નાંખ્યો છે." અંશ વધુ નજદીક આવતાં કહ્યું. "એહહ...!! તું મારો કાયમનો દુશ્મન રહ્યો છે. તું નીકળ હવે." સારાએ મંજીતનો હાથ પકડતાં કહ્યું. "અચ્છા હું તારો દુશ્મન રહ્યો છું ને..!! પણ તારો બગલમાં જે પ્રેમી છે એને જ પૂછી લે એની સચ્ચાઈ..!!" અંશે નાક ફુલવતાં કહ્યું. તે સાથે જ સારાએ મંજીત તરફ જોયું."મને જવું છે. હું તને પછી મળું." મંજીતે કહ્યું. "પણ મંજીત તું એનો જવાબ આપતો જા." સારાએ અવિશ્વાસભરી નજરે કહ્યું. "જવાબ તને જોઈએ છે મેડમ? કે પછી આ અંશને આપવાનો છે? " પોતાનું ઇન્સલ્ટ બરદાસ્ત