ઋણાનુબંધ

  • 3.5k
  • 636

બારી પાસે ઊભેલી કાદંબરી... એને અડી ને આવ જા કરતો સમીર... કાદંબરી ને તો જાણે કે એની કોઈ અસર જ નહોતી !! કાદંબરી ખોવાઈ હતી અતિત માં.જ્યાં એ માણી રહી હતી પોતાની ખાટી મીઠી યાદો ને.... લગ્ન પછી ના એ દિવસો, હરવું,ફરવું, આનંદ, મોજ- મજા,અને હનીમુન પર થી આવ્યા પછી ની એ જવાબદારીઓ કે જેને કાદંબરી એ હસતા મોઢે સ્વીકારી લીધી હતી.પિયર માં કદી કામ નહોતું કર્યું.હા,મમ્મીએ પારકા ઘેર જવાનું છે એમ સમજાવીને રસોઈ માં પારંગત જરુર કરી દીધી હતી.પિયર માં એ એક દીકરા ની જેમ રહી હતી એવું કહેવું એના કરતા દીકરા - દીકરી ના ભેદ વગર ઉછરી હતી એમ કહેવું