શિકાર - પ્રકરણ ૪૨

(30)
  • 3.9k
  • 4
  • 1.1k

શિકાર પ્રકરણ ૪૨રાજેશ દિવાનને શોધતો શોધતો સેમ એમની ઓફીસ સુધી પહોંચ્યો હતો, અને પહેલી વાર હા જીવનમાં પહેલી વાર રાજેશ દિવાન ઉર્ફે રોહિત અમીનને ધોળે દિવસે તારા દેખાઇ ગયાં હતાં ..... એ ઈગ્નોર કરવા જ માંગતા હતાં પહેલાં તો..... "હેલ્લો! સર , હું સેમ આકાશ નો મિત્ર ...""આકાશનો મિત્ર તો ...?મારી પાસે આવવાનું કારણ..? ""કારણ તો ઘણાં છે... જેમ કે... આ""અને એણે એક આરસી બુકની ઝેરોક્ષ સરકાવી દીધી ..." એ જ કારની આરસી બુક હતી જેમાંથી આકાશને પોતાના હાથથી ધક્કો માર્યો હતો ચાકુથી ઘસરકા કર્યા હતાં એ કાર વાપરતો આકાશ હતો,પણ રોહિત અમીનને નામે હતી..... આરસી બુકની નકલ સામે જોયું પણ નહીં ...