વનિતા ની વેદના - 4

  • 2.7k
  • 960

કાર્યેષુ મંત્રી,કરણેષુ દાસીભોજયેષુ માતા, શયનેષુ રંભાધર્મેનુકુલા ક્ષમયા ધરિત્રીભાર્યા ચ ષાડગુણયવતી દૂલભૉ."એક પતિ ને જે ગુણો‌ તેની પત્ની માં જોઈએ તે તમામ ગુણો નો એકસામટી કંડારેલી મૂર્તિ સુંદર , સોહામણી અને સુશિલ. સપ્તપદીના સાત પગલાં ભરી, સ્વપ્ન સજ્જ આંખો નાં આકાશ માં દરેક નવોઢા ને હોય એવાં અરમાન લઇ,હવે થી શરૂ થનારા નવજીવનનો અદ્ભૂત ઉમળકા સાથે આંખો માં પ્રિત નું કાજલ આંજી, સંસ્કાર ની સોડમ સાથે, પ્રામાણિકતા નું પાનેતર ઓઢી આ મોટા ધર માં વહું બની આવેલ વનિતા.સાસરીયા માં સસરા અને સાથે સસરા નાં બે ભાઈઓ નો સંયુક્ત પરિવાર, ઓળખતી તો કોઈ ને નહોંતી પણ દરેક નેં વ્હાલાં બનવાનાં ઓરતા જરૂર