તિરુપતિ બાલાજી નો મારો યાદગાર પ્રવાસ....

  • 7.8k
  • 2k

નમસ્કાર મિત્રો,મારા જીવનમાં અત્યાર સુધીમાં ઘણા અનુભવો થયા છે જેને યાદ કરતાં જ મન રોમાંચિત થઈ ઉઠે છે, મને વિચાર આવ્યો કે મારા આ અનુભવો નાં તમને પણ સહભાગી બનાવું. આજની પહેલા અનુભવની સફર હું મારી તિરુપતિ બાલાજી ના પ્રવાસથી શરૂ કરું છું. પ્રયત્ન કર્યો છે કે મારી સાથે બનેલી ઘટનાઓનો તમને પણ સાક્ષાત અનુભવ કરાવું. તો ચાલો મારી સાથે તિરુપતિ બાલાજીના પ્રવાસે.મારો અનુભવ . ( ભાગ - ૧).મારે બિઝનેસના કામ અર્થે દર વર્ષે મોટા ભાગે દક્ષિણ ભારતમાં જવાનું થતું હતું,એવા જ એક દક્ષિણ ભારતના પ્રવાસ દરમિયાન મારે ચેન્નઈ જવાનું થયું હતું, ચેન્નઈ હું આ પહેલા પણ ઘણીવાર જઈ ચૂક્યો હતો,