બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૦

  • 3.1k
  • 964

અધ્યાય ૧૦ આ તરફ હું, અર્જુન અને હિરલ કમાટીબાગમાં બાળકોની ટ્રેનની મજા લઈ રહયા હતા અને ટ્રેનમાંથી ઉતરતા જ અમારી મુલાકાત મિનલની ખાસ સખી મનિષા સાથે થાય છે. મારા ખૂબ આગ્રહવશ મનિષા મિનલની રેલમંત્રી સુધીની સફર, એણે સહન કરેલી મુશ્કેલીઓ, એની ધીરજ અને સરળતા વિશે વાત કરી રહી છે. મિનલ હવે તરૂણાવસ્થામાં પ્રવેશી રહી હતી. લાંબી બિમારીના ખાટલા બાદ બાનુ મરણ થયુ હતુ. મિનલે બાના અંતિમ સમય સુધી એમની પૂરી સેવા કરી હતી. જીવનના અનેક રંગો જોઈ ચૂકેલી મિનલ હવે સરળતાથી ઘર ચલાવી શકતી હતી, અને એના ખર્ચા પણ કાંઈ ખાસ હતા નહી. અઠવાડિયામાં ચાર વાર તો એ ઉપવાસ પર