અપરાધ - ભાગ -૧૦

(34)
  • 4.8k
  • 1
  • 1.8k

પોલિસ-સ્ટેશનની બહાર નીકળીને દમોદરે સૂચવેલા માર્ગ પર અત્યારે તેઓ ચાલી રહ્યા હતા. ઇન્સ્પેટર રાજીવની સચેત નજર અત્યારે આખા માર્ગનું નિરીક્ષણ કરી રહી હતી, નાનામાં નાની બાબત પર તે ધ્યાન આપી રહ્યા હતા. જે માર્ગ પર તેઓ ચાલી રહ્યાં હતા તે આ ગામ નો મુખ્ય માર્ગ હતો અને હજુ ચાર-પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આ રસ્તાની બંને બાજુઓએ આવેલા બધા મકાન લગભગ કાચા હતા મતલબ કે નળીયા વાળા હતા માત્ર ગણ્યા-ગાઠયાં મકાનો જ પાકા એટલે કે પાકી છત વાળા હતા. આ રસ્તો આગળ જઈને ચાર રસ્તાને મળતો હતો, જ્યાં એક મોટું સર્કલ હતું, અને