“બાની”- એક શૂટર ભાગ : ૧૯"શભૂં કાકા તારા છોકરાને લાવી છું જો." બાનીએ દરવાજો ખોલતાં કહ્યું."મરવા દે એને." શભૂં કાકાએ ખાસ્તા ગુસ્સો ઠાલવ્યો."આજે મારા પકડમાં આવેલો છે. જો એનો હુલિયો કેવો બદલું છું." બાનીએ સાંત્વના આપતાં કહ્યું."એ ચાલ રે ઊભો શું છે. તારા બાપને ઉંચકી લે. દવાખાને લઈ જવાનું છે." બાનીએ હુકમ આપ્યો હોય તેમ કહ્યું. કેદાર બાનીથી ડરતો. કેદાર સાલો મજબૂત આદમી હતો. પણ અત્યાર સુધીનું જીવન દારૂ પત્તા રમવામાં કાઢી નાખ્યું. થોડી અક્કલ પણ કમી."બસ્તીનાં બહાર કાર પાર્ક કરી છે." બાનીએ કહ્યું. કમને કેદારે એના બાપા શભૂં કાકાને ઉંચકી લીધો. એ ગલીમાંથી નીકળવા લાગ્યો ત્યાં જ બસ્તીના લોકો પણ ઊભા