યોગ-વિયોગ - 32

(343)
  • 23.5k
  • 19
  • 16.4k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૨ અંજલિ કોફીશોપમાંથી નીકળીને જાનકી ગઈ હતી તેની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. ગ્લાનિ અને ગુસ્સાથી એનું મગજ ફાટફાટ થતું હતું. એને કોઈ પણ સંજોગોમાં શફ્ફાક સાથેના સંબંધોમાં લાંબુ ભવિષ્ય નહોતું જ દેખાતું... પરંતુ એક પળભરના પ્રણયમાંથી એને અજબ પ્રકારનું સુખ મળવા લાગ્યું હતું ! એવું નહોતું અંજલિ રાજેશ સાથે સુખી નહોતી, પણ એની અંદર અચાનક બટકીને તૂટી ગયેલા શફ્ફી સાથેના સંબંધની કણી ખૂંચ્યા જ કરતીહતી. છેલ્લાં પાંચ વર્ષથી એને રાત-દિવસ શફ્ફીના વિચારો આવતા હતા એવું નહોતું, પણ ક્યારેક એ છાપામાં કે ટેલિવિઝન પર એનો ચહેરો જોતી અને એનો વિચાર આવતો ત્યારે અંદર એક પીડાની હૂક