અધિકાર

(13)
  • 2.2k
  • 652

અધિકારત્રીજીવાર ડોરબેલ વગાડી મીરાં રાહ જોતી ઊભી . દરવાજો ન ખુલતા અંતે પર્સ ફંફોસી,ચાવી કાઢી બારણું ખોલ્યું. સંજીવ ઝાંખા પ્રકાશમાં લેપટોપ ચાલુ મૂકી સોફા પર સૂઈ ગયો'તો. આસપાસ બિયરની બોટલો અને નાસ્તાના ડબ્બા વેરવિખેર પડ્યા'તા . "સંજીવ !! પિંકી ક્યાં છે? સંજીવ, રૂમની હાલત જો...! શાંતાબાઈ નથી આવી??" મીરાંએ સંજીવને ઢંઢોળ્યો. "....હે ?! હા પિંકી સામે બર્થડે પાર્ટીમાં ગઈ છે, શાંતાબાઈ સાંજે નહીં આવેએમ કેહતી'તી." સંજીવે હોંશમાં આવીને કહ્યું. મુંબઈની લોકલમાં ધક્કા ખાઈ થાકેલી મીરાંએ, રસોડામાં જઈ, જે હાથ લાગ્યું તે બનાવ્યું. પતિપત્ની ચૂપચાપ જમ્યાં. " સંજીવ જોબનું કઈ નક્કી થયું ? " સંજીવે નીચે જોઈને જ જવાબ આપ્યો "