યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૧ ‘‘ના રાજેશ, હું આજે રાત્રે તો નહીં જ આવું.’’ ‘‘કાલે ? કાલે લઈ જાઉં તને ?’’ ‘‘હું ફોન કરીશ...’’ અને આગળ વાત કર્યા વિના અંજલિએ ફોન કાપી નાખ્યો. રાજેશે ફરી ટ્રાય કર્યો પણ અંજલિનો ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. થોડી વાર પહેલાં જ્યારે રાજેશે ફોન કર્યો ત્યારે અંજલિએ ફોન ઉપાડીને કહેલું વાક્ય રાજેશના મગજમાં ઘૂમરાઈ ગયું. ‘‘નીકળી ગઈ છું, પહોંચું છું.’’ ‘‘ક્યાં જતી હશે એ ? પેલાને મળવા ? એને છૂટથી મળી શકાય એટલા માટે શ્રીજી વિલા ચાલી ગઈ હશે ?’’ રાજેશના મનનો પુરુષ પછડાટ ખાવા લાગ્યો. એના મનની અંદર સેંકડો જાતના વિચારો ઊભરાવા