જિદા નું ભવિષ્ય પોલિટિકસ

  • 2.7k
  • 690

જિદા નું ભવિષ્ય પોલિટિકસતરુણ અવસ્થામાં ડગ માંડી રહેલો જિદો બહુ જિદ્દી માણસ. જિદાને કોઈપણ કામ કરવું હોય તો જ કરે ! કરે ત્યારે જિદાના હો હા હોકીરો જુઓ . મોહલ્લાના લોકોથી માંડીને સગાવ્હાલા તેમજ સ્કૂલ મિત્રોથી માંડીને જે કોઈપણ લાગતાં –વળગતા હોય તેને પોતે કરેલું કામ જિદો પહોચાડે જ, ત્યારે જ જિદાને શાંતિ મળે , આવો જિદો , જિદ્દી ! તે પછી બાપુજીએ જિદાને શાકભાજી લેવા મોકલ્યો હોય કે પછી ગાંઠિયા લેવા કે પછી કરિયાણું લેવા , જિદો મનમાં આવે તો જ કામ હાથમાં લે અને કામ કર્યા પછી બધાને ખબર પડી જ જાય કે આજ જિદો શાક લાવ્યો ,