ધારાની અસાધારણ ધારા

  • 3.2k
  • 878

અમુક લોકો એક સાથે ઘણાં કામ કરતાં હોય છે. લગ્ન જીવન પછી ઘર બહારના કામ કરવાં એ દરેકના હાથની વાત નથી. એમાં પણ એક સ્ત્રી માટે તો જરૂરથી કઠિન છે. આજે જે બહેનની વાત કરવી છે એમાં કંઈક એવું જ કૌવત છે. એક કાંકરે અનેક પક્ષીઓ મારવાની એમની જૂની ટેવ છે. નામ છે ધારા પુરોહિત ભટ્ટ. લગ્ન પછી પણ અનેક કામો એકસાથે કરતાં બહેન વિશે બધી વાતો એક જ લેખમાં લખવામાં મને પરસેવો વળી જશે. તો મને ગમતી અમુક વાતો શેર કરું છું. જીજે-10 જામનગર ઘણી રીતે ગુજરાતમાં વખણાતું રહ્યું છે. અનેકવિધ વાતોએ જામનગરને દરેકના હોઠ પર ચર્ચામાં રાખ્યું છે.