કોઈની યાદનાં પગલાં

  • 1.6k
  • 616

સુમંતભાઈ પોતાના ઓરડામાં, બત્તી બુઝાવીને, વિચારમગ્ન અવસ્થામાં બેઠા હતા. સવારે નિશીથે જે વાત કરી તે તેમના મનમાં ઘુમરાતી હતી. ત્રણેક વર્ષ પહેલાં જ તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. તેમની પત્ની સુશીલાનું અવસાન થયે હજુ એક વર્ષ પણ નહોતું થયું. પોતાના બંને સંતાનો, નિશીથ અને આરતી, ઉપર એમને ગર્વ હતો. આરતી તો પરણીને સાસરે જતી રહી હતી. નિશીથને પણ પરણાવી દીધો હતો. એની પત્ની નિરાલીએ ઘરને કુશળતાપૂર્વક સંભાળી લીધું હતું. એનાં બંને બાળકો, મૃદુલ અને સાક્ષી, પણ હવે આઠ-દસ વર્ષનાં થઇ ગયાં હતાં. લાંબા સમય સુધી નોકરી કર્યા પછી ઘણા લોકોને નિવૃત્તિ દરમિયાન સમય પસાર કરવાનું અઘરું થઇ પડે છે.