"રાજ, માંડ માંડ પપ્પા તને મળવા માટે રાજી થયાં છે. પ્લીઝ તું પણ માની જા. " "ઓક્કે તો કાલે સવારે 9 વાગે આવું છું. લવ યુ. " "લવ યુ ટુ. " બીજા દિવસે સવારે 9 વાગીને પાંચ મિનિટે. "નિકી આવો છોકરો મળ્યો તને જેને સમયની કોઈ કિંમત જ નથી. " દીપકભાઈ ગુસ્સામાં તાડુકીને બોલ્યા. "પપ્પા પ્લીઝ બે જ મિનિટ. અમદાવાદનો ટ્રાફિક તો તમે જાણો જ છો ને. થઇ જાય થોડું ઘણું મોડું. " એટલામાં ડોરબેલ રણકે છે. "સોરી અંકલ મને આવવામાં થોડું મોડું થઇ ગયું. " રાજે હાથ જોડતા કહ્યું. "જેને સમયની કિંમત ના હોય એને વ્યક્તિની શું કિંમત હોય.