"વાહ! આજે પ્રોજેક્ટરમાં જોયેલું દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું. આ દ્રશ્યોએ ક્ષણભર માટે આપણને આપણી જૂની યાદો પાછી અપાવી છે. આ પ્રોજેક્ટરે માત્ર જૂની યાદો તાજા નથી કરી. પણ સાથે સાથે એ નાતો, એ જૂનો સંબંધ, એ આપણી જૂની મિત્રતા, આપણી કરેલી મસ્તીઓ, આપણને થોડીવાર માટે પાછી અપાવી. કદાચ હવે આપણે સૌ વધારે પરિપક્વ બની ગયા છીએ, પરંતુ શાળાના મોજ, મસ્તી, જલસા અને આપણી અઢળક યાદો, ટાંગ ખેંચાઈ તેમજ શિક્ષકોની મસ્તી, એમની પાસેથી પ્રોક્ષી લેક્ચરમાં લીધેલું જ્ઞાન, શિક્ષકો દ્વારા રમાડવામાં આવેલ રમતો.. આ બધું હવે પાછું નહિ મળે. કદાચ આજે આપણે સૌ છેલ્લી વખત સાથે હશું, પણ આ જીવનની અમૂલ્ય