લાડલી નિરાલી

  • 3.7k
  • 1.1k

લાડલી નિરાલી.....' સાંભળ્યું તમે કંઈ બોલતા નથી !આમ સૂનમૂન ક્યાં સુધી બેસી રહેશો ! કંઇક તો બોલો ' શહેરના પ્રતિષ્ઠિત પરિવારના નરેન્દ્ર દલાલની પત્ની માલતી એ પોતાના પતિને કહ્યું. 'માલતી મને તો એક જ વાતનું દુઃખ છે આપણે શું ખામી રાખી હતી નિરાલીના ઉછેરમાં. બાળપણથી લઈ કોલેજ સુધી તેની બધી જીદ પૂરી કરી. એણે જે માંગ્યું તે બધું જ અપાવ્યું. પછી મોંઘો મોબાઈલ હોય લેપટોપ હોય કે લક્ઝુરિયસ કાર ,એમ છતાં આવા દિવસ દેખાડ્યા આપણી નિરાલીએ ...!આવી તો બિલકુલ આશા ન હતી.'નિરાલી ના પિતા નરેન્દ્ર દલાલ દુઃખી સૂરમાં બોલ્યા.' હવે જવા દો જે થવાનું હતું તે થઈ ગયું ,હવે વધુ દુઃખી