Hostel Boyz - 16

  • 2.6k
  • 990

પ્રસંગ 23 : કોલેજમાં ક્રિકેટ અને વોલીબોલની મસ્તી કોલેજ પાસે રમત-ગમત માટે મોટું મેદાન હતું. કોલેજ પ્રશાસન પણ રમતગમતને પ્રોત્સાહન આપતો હતો. અમારા pgdaca ક્લાસમાંથી અડધા લોકો ક્રિકેટ રમતા અને બાકીના લોકોને વોલીબોલમાં interest હતો. અમારા ગ્રુપની છોકરીઓ પોતાની રીતે રમતો રમતી. કોલેજનો ટાઈમ પૂરો થયા બાદ અમે લોકો ક્રિકેટ અને વોલીબોલ રમવા જતા હતા. અમારા કોલેજનું બિલ્ડીંગ નવું બનતું હતું તેમાં બહુ લિમિટેડ ક્લાસ હતા તેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ લિમિટેડ હતી. જેથી બહુ ઓછા વિદ્યાર્થીઓ રમતગમતના મેદાનમાં રમતા હતા. જેથી રમતગમતના મેદાનનો લાભ અમે સૌથી વધુ લેતા. ક્યારેક અમે ક્રિકેટ અને વોલીબોલમાં એટલા મશગૂલ થઈ જતા કે સમયનું ભાન