ચાર્મી ફ્લેટ ને લોક કરી ઓફિસ જવા નીકળી ને ફોન લગાડી કેમ છે મમ્મી ? પુછી વાતો કરતા કરતા સોસાયટી ગેટ તરફ જવા લાગી.એ જોઈ સોસાયટી ની બેન્ચ પર અડ્ડો જમાવી બેઠેલા સીનીયર સીટીઝન બૈરા ના મહિલા મંડળ માંથી એક માજી બોલ્યા આજકાલ ની છોકરીઓ ને શું ખબર શું થઈ ગયું છે બસ ઘરેથી ઓફિસ જાય એટલે માનો ફોન ચાલૂ થાય અને ઓફિસ થી ઘરે આવતા પણ ચાલૂ હોય.ચાર્મી અને કાર્તિક ના નવા લગ્ન થયા હતા અને અઠવાડિયા પહેલા જ આ સોસાયટી મા રહેવા આવ્યા હતા.સવાર નાં કાર્તિક ને દુકાને જવાનું હોય એટલે જલ્દી ઊઠી એનું ટીફીન બનાવી આપતી પછી