પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 7 या श्री: स्वयं सुकृतिनां | ‘પુણ્યશાળી માણસોના ઘર્મ સ્વયં જગદંબા લક્ષ્મી બનીને વસે છે.’ સીતાજી રામ સાથે વિમાનમા ઊંચા સુંદર સિંહાસન પર બિરાજમાન થઈને લંકાથી નીકળ્યાં. શ્રીરામ જ્યાં જ્યાં શત્રુઓનો સંહાર કર્યો હતો તે રણભૂમિ બતાવતા હતા. ભગવાન શિવજીની સ્થાપના કરી હતી તે રામેશ્વર મહાદેવને સીતાજીને પ્રણામ કરાવ્યાં. આગળ જતાં ગંગાજીનું પૂજન કરી આયોધ્યા પહોંચ્યાં.