જીવન ગાથા

(32)
  • 3.6k
  • 872

એક વરસાદી સાંજે પ્રિયા બાલ્કનીમાં બેઠી હતી.હાથમાં ગરમ ચા નો કપ હતો.અંદર જુનાં હિંદી સોન્ગ્સ વાગી રહ્યા હતાં.બહાર વરસાદ વરસી રહ્યો હતો.પ્રિયા આ સાંજને ખૂબ જ માણી રહી હતી.ઘણાં બધા વર્ષો પછી એની સાંજ આવી રીલેક્સડ હતી.એ સાંજને પ્રિયા પોતાની રીતે એન્જોય કરી રહી હતી.હા,ઘણાં બધાં વર્ષો પછી.લગભગ પચ્ચીસ વર્ષ પછી.છેલ્લા પચ્ચીસ વર્ષથી પ્રિયા સતત વ્યસ્ત જ રહી હતી.પ્રિયા ભૂતકાળમાં ખોવાઈ જાય છે.....??????????????? દસમા ધોરણનાં લાંબા વેકેશનમાં પ્રિયાએ બ્યૂટી પાર્લરનો કોર્ષ કર્યો હતો.ને પછી એક ફેમસ પાર્લરમાં હેલ્પર તરીકે કામ કરવા લાગી હતી.વેકેશન ખતમ થઈ ગયું.સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી