એક દોસ્તી..એક સાચી શુભ શરૂઆત...

  • 5.6k
  • 1.4k

થ્રી... ટુ...વન...ગો... અને એક વ્હિસલ ની સાથે ૨૦૦ મીટર રનીંગ રેસ ની શરૂઆત થઈ. આજે શહેરની સૌથી મોટી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે નિમિત્તે અલગ અલગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા બાળકો ખૂબ જોશભેર અલગ અલગ કોમ્પીટીશનમાં ભાગ લઇ રહ્યા હતા. અને એ કોમ્પીટીશનનાં ભાગ રૂપે જ અત્યારે એમાંની એક રનીંગ રેસ ચાલી રહી હતી. આ રેસ એટલા માટે આકર્ષણનું કારણ બની રહી હતી કેમ કે દર વર્ષની જેમ બધાની નજર રોહન પર મંડાયેલી હતી રોહન છેક છેલ્લા 5 વર્ષ થી આ રેસ જીતતો આવ્યો હતો. રેસમાં રોહન સૌથી આગળ દોડી રહ્યો હતો ત્યાં જ પાછળથી ધીરે ધીરે રામ પણ આગળ