પ્રતિશોધ પ્રથમ અંક - 23

(265)
  • 10.1k
  • 13
  • 3.5k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:23 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન આધ્યા, જાનકી, રાઘવ, રેહાના, યુસુફ અને જુનેદ એ જોઈને સ્તબ્ધ હતાં કે ગઈકાલે એમને ગલીનાં પ્રવેશદ્વાર જોડે જે ત્રણ મૃતદેહો જોયાં એ અત્યારે નહોતાં. "સાહેબ, અહીં કાલે તો ત્રણ લાશો પડી હતી..!" ગુજરાલની સામે જોઈ રાઘવ બોલ્યો. "તો ભાઈ, રાતોરાત એ લાશો ક્યાં ગાયબ થઈ ગઈ.?" ગુજરાલે પ્રશ્નસૂચક નજરે રાઘવ અને આધ્યા ભણી જોતાં કહ્યું. "એની તો અમને ક્યાંથી ખબર હોય ઓફિસર." આધ્યા હજુપણ એ વિચારી આશ્ચર્યમાં હતી કે ત્યાં પડેલાં મૃતદેહો ક્યાં ગયાં હતાં. "તો કોને ખબર હોય મેડમ!" ક્રુદ્ધ સ્વરે ગુજરાલ તાડુક્યો. "તમે જ એ કહેવા આવ્યાં હતાં કે અહીં