કડવું સત્ય

  • 4.5k
  • 1k

હાઈવે પર ૧૨૦કીમી. ની ઝડપથી કાર ચલાવી રહેલો અક્ષય રોષ ની જ્વાળાને સ્ટીયરિંગ પર હાથ ભીસીને ઉતારી રહ્યો હતો.શીલા સાથે તેનો સંવાદ ઉગ્ર બનતો જતો હતો.કારમાં થઈ રહેલાં પ્રચંડ સંવાદો અને અગ્નિની પેઠે ચાલતી ગાડી નો લય એક સરીખો હતો.ષડયંત્ર કહોકે કુદરતનો પ્રકોપ. અક્ષય ની નજર થોડી હટી અને દુર્ઘટનાં ઘટી ગયી.કાર બે ગોળમટા ખાઈ ને પડી અને આખો વાહનવ્યવહાર એક જ ઝપાટાબંધ ઠપ્પ થઈ ગયો. અક્ષયનો આક્રંદ એકાએક મૌનમાં પલટાઈ ગયો..શીલા ના હાલ જોવાં તેની આંખો તૈયાર નહોતી થઈ રહી એક જ ક્ષણમાં બેભાન થઈ ગયો. આંખો ખુલતાં જ તે હોસ્પિટલની બેડ પર હાથ માં