કોરોનાકથા 11 - મોતને આપી મહાત

  • 3k
  • 1.1k

મોતને આપી મહાત**લોકડાઉનની રાત્રી અને ઘરમાં અમે કેદ. અમે બે હુતો હુતી, બંધ દીવાલો, બહાર બારીમાંથી દેખાતું તારલા જડેલું ખુલ્લું આકાશ, વૈશાખની રાત્રીનો બારીમાંથી ડોકાતો પૂર્ણ ચંદ્ર અને ચંદ્ર સમાં મુખ વાળી મારી પ્રિયતમા એકતા ! અગર જો રોમાન્સ ક્યાંય છે, તો અહીં જ છે, અહીં જ છે… અહીં જ છે. મન ભરીને રાત્રી માણી. સવારના બારી પાસેથી મોગરાની સુવાસ માણતાં ઊઠ્યાં, સાથે મળી ચા બનાવી અને સાથે મળી કામ કરવા લાગ્યાં. લાંબા સમયે કોઈ તણાવ વગરનું સાન્નિધ્ય સાંપડ્યું.બહાર જે જરૂર પડે એ લેવા માસ્ક ચડાવી સાથે જ જતાં અને સાથે જ આવતાં. પેલી વયસ્ક દંપત્તિઓ માટે જોક્સ ચાલેલી તેમ